શિવસેનાએ BJPની રથયાત્રા પર ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'ચૂંટણી આવે એટલે આવી યાત્રાઓ નીકળે છે'

  • શિવસેનાએ BJPની રથયાત્રા પર ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'ચૂંટણી આવે એટલે આવી યાત્રાઓ નીકળે છે'
    શિવસેનાએ BJPની રથયાત્રા પર ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'ચૂંટણી આવે એટલે આવી યાત્રાઓ નીકળે છે'

મુંબઈ: શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી તરફથી થયેલા રથયાત્રાના આયોજનને લઈને સવાલ ઉઠાવ્યાં છે. શિવસેનાએ લખ્યું છે કે, 'ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં એક રથયાત્રાનું આયોજન કરી રહી છે. મિત્રપક્ષને આ યાત્રા માટે અમે શુભકામનાઓ આપીએ છીએ, તે રથ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સવાર થશે, એવી જાણકારી ચંદ્રકાંતદાદા પાટીલે આપી છે. રથયાત્રાના આયોજન અને પ્રયોજન એટલા માટે છે જેથી કરીને જનતા જાણી શકે કે ગત સાડા ચાર વર્ષમાં સરકારે ભવ્ય કાર્યોનો પહાડ ઊભો કર્યો છે. યુતિની સરકાર હોવાના કારણે જનતા સુધી આ વાતો પહોંચાડવી મહત્વપૂર્ણ છે. ચૂંટણી આવે એટલે આવી યાત્રાઓ નીકળતી હોય છે.' સામનામાં લખ્યું છે કે, 'ખેડૂત તડપી રહ્યો છે, તેની સમસ્યાઓ દૂર કરવામાં આવે એ અમારી માગણી છે. ખેડૂતોની કરજમુક્તિ ફડણવીસ સરકારના 4 વર્ષના કાર્યકાળની સૌથી મોટી જાહેરાત છે. બાકી પથ્થર, માટી, રેતી, ડામર અને સીમેન્ટના કામ કોન્ટ્રાક્ટર કરતા રહે છે. તે કાલે થઈ અને આગળ પણ થશે. પરંતુ ખેડૂતોની કરજમુક્તિની ઘોષણ અટકી ગઈ. પાક વીમા યોજનામાં દગો થયો.' શિવસેનાએ કહ્યું કે મરાઠાઓને અનામતની જાહેરાત છતાં શું મળ્યું, એવા સવાલ ભાજપ સાંસદ છત્રપતિ સંભાજી રાજેએ જ પૂછ્યો છે. ખાડામાં ગયું અનામત, એા સંતાપ કોલ્હાપુરના છત્રપતિએ કેમ વ્યક્ત કર્યો? આ બધી સમસ્યાઓને રથ પર ચઢતા પહેલા ઉકેલવી પડશે. ભાજપે રથ છોડી  દીધો છે અને ચંદ્રકાંતદાદા તે રથના સારથી બનશે. તેનો અર્થ એ કે તે રથ 'ગમે તેવો' બિલકુલ નહીં હોય.