રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસને ઝટકો, સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો

  •  રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસને ઝટકો, સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો
    રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસને ઝટકો, સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું છે. તેમજ દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપી આ ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી 5 જુલાઈના રોજ યોજાનારી આ બન્ને બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે.