કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

  • કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું
    કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

અમદાવાદ :બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે. 

 

જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે ક્રોસ વોટિંગ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જતું હોય છે. આ વચ્ચે સવાલ થાય છે કે શું કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શક્તી કે, પછી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જ કોંગ્રેસ પક્ષ માટે વફાદાર નથી. અલ્પેશ ઠાકોર અન તેમના સહયોગી બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે.  અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યો છે. ત્રણેયે કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને પહેલેથી જ ક્રોસ વોટિંગનો ડર હતો. અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે.