સુરતના નાનપુરામાં લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, પોલીસનો લાઠીચાર્જ

  • સુરતના નાનપુરામાં લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, પોલીસનો લાઠીચાર્જ
    સુરતના નાનપુરામાં લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, પોલીસનો લાઠીચાર્જ

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા. 

પ્રાથમિક માહિતી અનુસાર સુરત શહેરના સ્થાનિક આગેવાન હસન સાઈકલવાલા દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે પોલીસની મંજૂરી પણ લેવામાં આવી હતી. રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા રેલીની આગળ ચાલી રહેલી પોલીસ કમિશનરની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.  

અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનો ઉપરાંત શહેરની ત્રણ જેટલી સીટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. અચાનક પથ્થરમારો થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને ટિયરગેસના શેલ છોડીને લોકોને દૂર ભગાડી મુક્યા હતા. સ્થાનિક પીઆઈ દ્વારા હવામાં 5 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.