કર્ણાટક: કુમારસ્વામીની સરકાર સંકટમાં? કોંગ્રેસ-જેડીએસના 12 MLA રાજીનામું આપવા પહોંચ્યા

  • કર્ણાટક: કુમારસ્વામીની સરકાર સંકટમાં? કોંગ્રેસ-જેડીએસના 12  MLA રાજીનામું આપવા પહોંચ્યા
    કર્ણાટક: કુમારસ્વામીની સરકાર સંકટમાં? કોંગ્રેસ-જેડીએસના 12 MLA રાજીનામું આપવા પહોંચ્યા

બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ગઠબંધનના 8 ધારાસભ્યો રાજીનામું આપવા માટે પહોંચી ગયા છે. કહેવાય છે કે વિધાનમંડળ ભવનમાં હાજર સ્પીકરના રૂમમાં આ તમામ આઠ ધારાસભ્યો પહોંચી ગયા છે. કહેવાય છે કે આ 8 ધારાસબ્યો સ્પીકર રામલિંગા રેડ્ડીને રાજીનામું ધરી દેશે. જેમાંથી 6 કોંગ્રેસના અને 2 જેડીએસના છે. કહેવાય છેકે સ્પીકર હાલ પોતાના રૂમમાં હાજર નથી. ધારાસબ્યો પોતાનું રાજનામું લઈને તેમની રાહ જોઈ રહ્યાં છે.