યુપી મોદીએ વારાણસી એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ

  • યુપી  મોદીએ વારાણસી એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ
    યુપી મોદીએ વારાણસી એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ

વારાણસી: ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું.  વડાપ્રધાન મોદીને પુસ્તક ભેંટ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુપી ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પાંડે પણ હાજર રહ્યાં હતાં. પ્રદેશ અધ્યક્ષ ડો.મહેન્દ્રનાથ પાંડે ચંદૌલીમાં હશે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કાનપુરમાં હાજર રહેશે. જ્યારે ડો.દિનશ શર્મા આગરામાં પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરશે.