રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર

  • રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર
    રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 129 તાલુકામાં મેઘમહેર થઇ છે. ઋતુનો કુલ 19.70% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઈંચ, ચીખલીમાં 5.5 ઈંચ, ગણદેવી, વાંસદા, મહુવા, વઘઇ, અને સુરત શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જેને લઈએ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.