હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી સદસ્યતા

  • હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી સદસ્યતા
    હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી સદસ્યતા

નવી દિલ્હી: હરિયાણાની મશહૂર ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ આજે આખરે કેસરિયો ધારણ કરી લીધો. દિલ્હીમાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે ભાજપની સદસ્યતા લીધી. આ દરમિયાન ભાજપના નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, ડો.હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં.    અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી અગાઉ એવા અહેવાલો હતાં કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ છે. જો કે ત્યારબાદ તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને અહવાલો ફગાવ્યા હતાં. તેણે 24 માર્ચે કહ્યું હતું કે ભવિષ્યમાં પણ કોંગ્રેસ જોઈન કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.