અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા

  •  અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા
    અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે. મહેબૂબાએ કહ્યું કે, અમરનાથ યાત્રા માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીંની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કમનસીબે આ વખતે વ્યવસ્થાઓ સ્થાનિક લોકોના વિરુદ્ધમાં છે. અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈને 15 ઓગષ્ટ સુધી ચાલશે. મહેબૂબાએ કહ્યું કે, રાજ્યપાલ સત્યપાલ મલિકને અપીલ કરું છું કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને કારણે ઊભી થઈ રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપો અને અસરગ્રસ્ત લોકોને રાહત આપો. અમને અમરનાથ યાત્રાથી કોઈ વાંધો નથી પણ તેનાથી કોઈ મુશ્કેલી ઊભી થવી ન જોઈએ.