દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા

  • દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા
    દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા

આમ 12 કલાકમાં સૌથી વધારે કપરાડા તાલુકા 8.46 ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની આવકમા વધારો થઇ રહ્યો છે. જેના કારણે હાલ મધુબન ડેમની સપાટી 72.10 પહોંચી ગઇ છે. જો કે, મધુબન ડેમમાં 73.067 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તો તેની સામે 15,780 ક્યૂસેક પાણીના જાવક કરવામાં આવી છે. ત્યારે મધુબન ડેમના 3 દરવાજા 1.30 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. આમ મધુબન ડેમમાં આવતા ઉપરવાસના પાણી પર પણ વહિવટી તંત્ર નરજ રાખીને બેઠું છે.

તો બીજી તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફ્લો થઇ રહી છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીઓમાં ભરાઇ ગયા છે. વાપીના છરવાડા, ગુંજન જેવા વિસ્તારોમાં બિલ ખાડીના પાણી ભરાઇ ગયા છે. તો વાપીના ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.