અશાંતધારો બન્યો કડક, વિધાનસભામાં સર્વ સંમતીથી થયું સુધારા બિલ પાસ

  • અશાંતધારો બન્યો કડક, વિધાનસભામાં સર્વ સંમતીથી થયું સુધારા બિલ પાસ
    અશાંતધારો બન્યો કડક, વિધાનસભામાં સર્વ સંમતીથી થયું સુધારા બિલ પાસ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાંસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ કાયદામાં કેટલીક ક્ષતિઓ હોવાના કારણે ભાજપ દ્વારા આ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસની સરકારે 1986માં આ બીલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેટલાક સુધારા સાથે 1991માં પણ આ બીલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારથી આજસુધીમાં આ કાયદામાં રહેલી કેટલીક ક્ષતીઓને જેના કારણે રાજ્ય સરકારે આ બીલ પસાર કરવામાં આવ્યું છે. ભૂતકાળના કાયદામાં ન હતી તેવી જોગવાઇ પણ આ કાયદામાં લાવવામાં આવી છે.