ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી

  • ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી
    ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી

અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન બન્યું હતું. ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા શિક્ષણધામને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસની બહાર સર્જાયા હતા. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી તો એવી થઈ કે ત્યાં હાજર પોલીસકર્મી અમે સિક્યુરિટી કર્મચારીઓએ છોડાવવાની નોબત આવી પડી હતી. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી મારમારીમાં તોડફોડ પણ થઈ તો નુકસાન થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ABVPના કાર્યકરો દ્વારા છેલ્લા બે દિવસથી કુલપતિ અને પ્રવેશ સમિતિ પર આક્ષેપ કરાઈ રહ્યો છે કે, નવા સત્રની ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં 26 કોલેજોની 960 જેટલી EWS અંતર્ગત બેઠકો ત્રીજા તબક્કામાં પ્રવેશ માટે રદ્દ કરી દેવાઈ છે. જે સીધી રીતે કોંગ્રેસ સમર્થીત પ્રાઇવેટ કોલેજોના સંચાલકોને ફાળવી દેવાઈ છે એવામાં EWS હેઠળ હરિબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તો સાથે જ ગરીબ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજોમાં પ્રવેશ લેવા મજબુર બન્યા છે.