સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

  • સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી
    સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

/અમદાવાદ: નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

દેશમાં આયાત કરવામાં આવતા નેચરલ ડાયમંડ દુનિયાના અલગ અલગ દેશોની ખાણો માંથી નીકળે છે, જ્યારે પણ હિરાની આયાત કરવામાં આવે છે, હીરાની આયાત એક ખાસ કોડના આધારે કરાય છે, નિકાસ માટે પણ આજ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અનેક દેશોમાં નેચરલ હીરાની સાથે સિન્થેટીક ડાયમંડનું પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નેચરલ ડાયમંડ જે ખાણો માંથી નીકળે છે, તો સિન્થેટીક ડાયમંડ મશીન દ્વારા બનાવવામાં આવે છે. 

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડની પણ આયાત કરવા કરવામાં આવે છે. જોકે સમસ્યાએ હતી નેચરલ ડાયમંડ અને સિન્થેટીક ડાયમંડનો એચએસ કોડ એક સરખો હતો. એચએસ કોડ એટલે કે દેશમાં આયાત કે નિકાસ કરવામાં આવતી દરેક વસ્તુને એક ખાસ કોડ. આ કોડ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ વિભાગ દ્વારા આપવા આવે છે. નેચરલ ડાયમંડનો એચએસ કોડ ૭૧૦૪.૨૦.૧૦ હતો. આ અંગેની જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે વારંવારની રજૂઆતના પગલે ડીજીએફટીએ સિન્થેટીક ડાયમંડને નવો કોડ આપ્યો છે. સિન્થેટીક ડાયમંડ હવે એચ એસ કોડ ૭૧૦૪.૨૦.૯૦થી આયાત અને નિકાસ થશે.