ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા

  • ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા
    ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા

ગાંધીનગર: ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આજે સેમીફાઇનલ ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર દેશની વર્લ્ડ કપનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિધાનસભામાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી ક્રિકેટને ચીયર અપ કરતી ટીશર્ટ પહેરીને જોવા મળ્યા હતા. 

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ક્રેઝ સામાન્ય લોકોથી લઇને ધારાસભ્યો પર પણ જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં યુવા ધારાસભ્ય હર્ષ સંધવી પણ ભારતીય ટીમને સપોર્ટ કરતા ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરીને વિધાનસભામાં જોવા મળ્યા હતા. અને ભારતીય ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.