બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી

  • બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી
    બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી

અમદાવાદ: સરકારી ખાતામાં રોજગારી મેળવવા માટેની ઇચ્છાઓ ધરવાતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓને લઈને ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વર્ષ 2020 સુધીમાં 5300 જેટલી જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નિવૃત થતા કર્મચારીઓની જગ્યાઓ પર નવી ભરતી કરવાની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી એસટી નિગમમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. અને નિગમમાં ખાલી પડેલી જગ્યાઓનાં લીધે એસટી સેવા પર માઠી અસર પડી રહી હતી. જોકે, ગુજરાત સરકારની મંજુરી બાદ એસટી નિગમમાં મહાભરતી અભિયાન શરુ કરવામાં આવ્યો છે.