અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ

  • અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ
    અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ

ગાંધીનગર :રાજ્યમાં ખેડૂતોના પાક વીમાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. રાજ્ય સરકારે ગૃહમાં અબજો રૂપિયાનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ રાજુલા, ચોટીલા અને દેવભૂમિ દ્વારકાના 150થી વધુ ખેડૂતો પાક વીમા મુદ્દે રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

 

આ ખેડૂતોની સમસ્યા એ છે કે કેટલીક બેંકોએ વીમા કંપનીઓ પ્રીમિયમ ચૂકવ્યૂ નથી, તો કેટલીક જગ્યાએ બેંકોએ મગફળીના બદલે કપાસનું પ્રીમિયમ કાપ્યું છે. જેના કારણે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. જે ખેડૂતોએ મગફળી વાવી હતી, તેમનું કપાસનું પ્રીમિયમ કાપી લીધું હતું. જેના કારણે ખેડૂતોને હવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બેંકોના ધક્કા ખાઈને હિંમત હાર્યા બાદ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જેના કારણે આજે કિસાન કોંગ્રેસના સહયોગથી કૃષિ અધિકારીને રજુઆત કરવા ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા.