નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'

  • નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'
    નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'

ઈસ્લામાબાદઃ ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સજા સંભળાવનારા જજ અંગે હવે એક નવી વાત બહાર આવી છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ બહાર પાડી છે અને દાવો કર્યો છે કે, એક દબાણ હેઠળ નવાઝ શરીફને સજા સંભળાવાઈ છે. મરિયમે જાહેર કરેલા વીડિયોમાં જજ એવું બોલતા સંભળાય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીને તેઓ સજા સંભળાવા માગતા નથી, પરંતુ તેઓ આમ કરવા માટે મજબૂર છે. 

દબાણમાં સંભળાવાઈ નવાઝને સજા
મરિયમે જણાવ્યું કે, 'પુરાવા' રજૂ કર્યા પછી તેમના પિતા શરીફને જેલમાં રાખવા હવે એક અપરાધ ગણાશે. તેણે આરોપ લગાવ્યો કે, નવાઝ શરીફને 'પડદા પાછળ છુપાયેલા ચહેરાઓના વધુ પડતા દબાણ'ને કારણે આપવામાં આવી છે. જોકે, મરિયમના આ દાવાને રવિવારે ન્યાયાધીશ અરશદ મલિકે ફગાવી દીધો છે.