કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે સમન્સ પાઠવ્યું

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે સમન્સ પાઠવ્યું
    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે સમન્સ પાઠવ્યું

સુરતઃકોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. સુરત કોર્ટે રાહુલ ગાંધીને 16મી તારીખે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. લોકસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ નિરવ મોદી, લલિત મોદી સહિતના તમામ મોદી સમાજને ચોર કહ્યો હતો.જેથી સુરતના મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સંદર્ભે કોર્ટે 16મીએ રાહુલ ગાંધીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવતાં રાહુલ ગાંધીએ 16મીએ સુરત આવવાની ફરજ પડી શકે છે.