અલ્પેશ ઠાકોર સાથે રાજીનામું ધરનાર ધવલસિંહનો બાયડમાં વિરોધ, 15 કરોડમાં વેચાયાનો આરોપ

  • અલ્પેશ ઠાકોર સાથે રાજીનામું ધરનાર ધવલસિંહનો બાયડમાં વિરોધ, 15 કરોડમાં વેચાયાનો આરોપ
    અલ્પેશ ઠાકોર સાથે રાજીનામું ધરનાર ધવલસિંહનો બાયડમાં વિરોધ, 15 કરોડમાં વેચાયાનો આરોપ

બાયડ: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને અલ્પેશ ઠાકોર સાથે બાયડ-માલપુરના ધારાસભ્ય પદેથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું ધરી દીધું હતું. તેને પગલે આજે બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ ઝાલા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને 15 કરોડમાં વેચાયા હોવાના બેનર સાથે વિરોધ કર્યો હતો. જેને પગલે પોલીસે 31 લોકોની ધરપકડ કરી હતી.

ધવલસિંહ ઝાલા ગદ્દાર છે તેવા સુત્રોચ્ચાર કરીને બાયડ બસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં એમએલએ ધવલસિંહ બાયડની પ્રજાને છેતરીયા પ્રજા માફ નહીં કરે, 15 કરોડમાં વેચાયા ધવલસિંહ- બાયડ, સત્તા લાલચુ ધવલસિંહ વેચાયા, પૈસા માટે વેચાયા બાયડના ધવલસિંહ જેવા લખાણ સાથેના બેનર લઈ કોંગી કાર્યકરો અને સ્થાનિકોએ પ્રદર્શન કર્યું હતું.