ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન?

  • ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન?
    ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન?

રાજકોટ તા.9
ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવાને આરે છે. 16મી જુલાઇએ તેમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે તે જોતા હવે ગુજરાતના નવા રાજયપાલપદે કોણ આવે છે તેવી અટકળો તેજ બની છે. જોકે, ઓ.પી. કોહણીએ તેમના કાર્યકાળ દરમિયાન નિર્વિવાદ થઇને કામગીરી કરી છે જેના પગલે તેમને ફરીથી તક મળી શકે તેવી પણ ચર્ચા છે જોકે, તેમણે તબીયતને જોતાં અનિચ્છા પણ દર્શાવી છે. આમ છતા ભાજપના અંસુતષ્ઠ નેતાઓને પણ રાજયપાલ બનાવવામાં આવી તેવી અટકળી વહેતી થઇ છે.
ઓ.પી.કોહલી રાજયસભાના પૂર્વ સભ્ય રહી ચૂકયા છે. તેઓ શિક્ષણવિદ પણ છેે. જુલાઇ, 2014માં તેમની ગુજરાતના રાજયપાલ તરીકે નિયુકિત થઇ હતી. હવે ગુજરાતમાં રાજયપાલપદે કોની નિયુકિત થશે તેના પર સૌથી નજર મંડાઇ છે. આ પદ માટે ભાજપના કેટલાંય સિનીયર નેતાઓના નામ ચર્ચામાં છે.
ગુજરાતના જ નહીં, આગામી મહિના સુધીમાં કુલ 12 રાજયપાલોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે જેના પગલે કેન્દ્ર સરકારે અત્યારથી કોને કયા રાજયમાં રાજયપાલપદે નિમાવા તેની કવાયત પણ શરૂ કરી દીધી છે. હવે 

ગુજરાતમાં નવા રાજયપાલપદે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોને નિયુકત કરે છે તે અંગે તર્કવિતર્ક વહેતાં થયાં છે.
આગામી દિવસોમાં નાગાલેન્ડ, ત્રિપુરા, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ઉત્તરપ્રદેશના નવા રાજયપાલ નિયુકત કરવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની પણ 31મી ઓગષ્ટે ટર્મ પૂર્ણ થઇ રહી છે. છતીશગઢ, કેરળ, મિઝોરમ, અને રાજસ્થાનમાં પ રાજયપાલોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે. કોહલીની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા રાજ્યપાલની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. જોકે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્પપાલ આનંદીબેન પટેલને ગુજરાતનો પણ ચાર્જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે.
ગુજરાતના રાજ્યપાલ પદે ઓ.પી.કોહલી 16 જુલાઈ 2014ના રોજ નિમણૂક પામ્યા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો. જે આગામી 15મી જુલાઈના રોજ પૂરો થઇ રહ્યો છે. ગુજરાતમાં નવા ગવર્નરની નિમણૂકની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને વિચારણી કરી રહી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવી શકે છે.