હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય

  • હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય
    હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય

અમદાવાદ :નાગરિકો પાસેથે બેફામ રીતે મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો દ્વારા વસૂલાતા પાર્કિંગ ચાર્જ સામે હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચુકાદા મુજબ, મોલ અને મલ્ટિપ્લેક્સ હવેથી નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારના પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહિ. તેમજ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સની સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. 

મહત્વનું છે કે મોલ અને મલ્ટીપ્લેકસમાં અગાઉ આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હોવાની વાત સામે આવી હતી. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરતા ગત નવેમ્બર મહિનામાં જણાવાયું છે કે મોલ અને મલ્ટિપ્લેક્સનાં સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઇ સત્તા નથી. મોલ બંધ કરાવવા અંગે કોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા સંચાલકો સમજી જાય. તો એ પહેલા હાઈકોર્ટે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોને વચગાળાની રાહત આપી હતી. કોર્ટે પ્રથમ કલાક ફ્રી બાદ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ-વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 30 રૂપિયા ચાર્જ વસુલ કરી શકાશે.