અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

  • અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ
    અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે. 

 

એવિયેશન ફિલ્ડની સંસ્થા ડીજીસીએએ ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને નિર્દેશકોના સુરક્ષા નિયમો મુજબ, કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યોગ્ય ન લેવાના સંદર્ભે મંગળવારે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. સૂત્રોના અનુસાર, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને આ મહિનાની શરૂઆતમાં જ કેટલાક એરપોર્ટનુ નિરીક્ષણ કર્યું હતું. જેના બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે.