કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન

  • કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન
    કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન

મુંબઇ: કર્ણાટકના રાજકીય ડ્રામા હેવ મુંબઇના રસ્તાઓ પર આવી પહોંચ્યો છે. રેનેસાં મુંબઇ કન્વેશન સેન્ટર હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારને પોલીસે હોટલની અંદર જવા દીધા નહોતા. બળવાખોર ધારાસભ્યોએ પહેલાથી જ મુંબઇ પોલીસને અપીલ કરી હતી કે તેમના જીવને જોખમ છે. જેને લઇ તેમની સુરક્ષા વધારવામાં આવે. ત્યારે પોલીસ દ્વારા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ શિવકુમારથી મળવાનો ઇન્કાર પણ કર્યો છે. જેને કારણે શિવકુમારને હોટલની અંદર જવા દેવામાં આવતા નથી.

તેમનાથી નારાજ શિવકુમારે કહ્યું કે, હું મારા મિત્રોને મળ્યા વગર અહીંથી જઇશ નહીં. તેઓ મને બોલાવશે. તેમનું દિલ તૂટી જશે. હું તેમની સાથે સંપર્કમાં છું. આ વચ્ચે રેનેસાં હોટલે શિવકુમારના રૂમનું બુકિંગ કેન્સ કર્યું છે. તેના પર શિવકુમારે કહ્યું કે, હોટલને મારા જેવા કસ્ટમર પર ગર્વ થવો જોઇએ. હું મુંબઇથી પ્રેમ કર્યું છું. તેમને બુકિંગ કેન્સલ કરવા દો, મારી પાસે અન્ય રૂમ છે.