10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

  • 10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો
    10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

અમદાવાદ :હજી ગત મહિને ગૃહિણીઓના શ્વાસ અદ્ધર થઈ જાય તેટલા સીંગતેલનો ભાવ વધારો નોંધાયો હતો. ત્યારે ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સીઝન નજીક આવતા ગૃહિણીઓનું બજેટ સુધરે તેવા સમાચાર હાલ મળ્યાં છે.

જૂન મહિનાના અંતમાં સીંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે દસ દિવસમાં જ સીંગતેલા ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દસ દિવસના ટૂંકા ગાળામાં જ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. નવા ડબ્બાનો ભાવ 1820 થી 1830 થયો છે. 

નાફેડ મગફળીના ઉંચા ભાવની વચ્ચે મીલવાળાઓએ લૂઝ સીંગતેલનો ભાવ 1200 સુધી પહોંચાડ્યો છે. ત્યારે હવે ગૃહિણીઓ માટે આ સારા સમાચાર તેમનુ બજેટ સુધારશે.