ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ

  • ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ
    ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ

ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો આદેશ કરવામા આવ્યો છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આદેશ કરાયો છે કે, ગુજરાતમાં હવેથી સવર્ણ શબ્દ બોલવા અને લખવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ શબ્દ ગેરબંધારણીય છે. 

 

ગુજરાત સરકાર દ્વારા કરાયેલા આદેશમા કહેવામાં આવ્યું છે કે, સરકારના તમામ વિભાગો, બોર્ડ નિગમ, ગ્રાન્ટેડ સંસ્થાઓ, તમામ સ્કૂલો, યુનિવર્સિટીઓ, પાલિક-પંચાયતો, મહેસૂલી રેકર્ડમાંતી સવર્ણ શબ્દ દૂર કરવામાં આવે. ગુજરાત સરકારે સવર્ણ શબ્દ બોલવા અને લખવા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપસચિવ વિષ્ણુ પટેલની સહીથી સરવે વિભાગોને આ સંદર્ભે પત્ર લખીને આદેશ કરાયો છે.