રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

  • રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક
    રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

રાજકોટ :ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં પૂર્વ પતિએ મહિલા પર એસિડ એટેક કર્યો છે. રાજકોટના લોધાવાડ ચોક પાસે આ બનાવ બન્યો હતો. જેમાં પોરબંદરના પ્રિતેશ પોપટે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ એટેક કર્યો હતો. માયાબેન નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવીને તેણે માયાબેન પર એસિડ ફેંક્યું હતું.