રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો, પ્રેમપ્રકરણની ચર્ચા

  • રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો, પ્રેમપ્રકરણની ચર્ચા
    રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો, પ્રેમપ્રકરણની ચર્ચા

રાજકોટ :મોડી રાત્રે રાજકોટમાં અતિચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. 

રાજકોટ પોલીસ બેડામાં કાન સરવા થઈ જાય તેવી ઘટના બની છે. રાજકોટના 150 ફૂડ રીંગ રોડ પર કટારીયા શો રૂમની આગળ પંડિત દિનદયાલ નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે. તેના ક્વાર્ટર નં. ઈ-402માં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર (ઉંમર 28 વર્ષ) અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા (ઉંમર 30 વર્ષ) રહેતા હતા. તેમણે ગઈકાલે મોડી રાત્રે લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. બંને સાથે જ અહી રહેતા હતા અને બંનેએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જોકે, બંને પોસાથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે.