સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે

  • સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે
    સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે

બેંગલુરુઃ જેડીએસ અને કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યો ગુરૂવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા. મુલાકાત બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે પ્રક્રિયામાં મોડું કર્યું, આ વાત ખરેખર ખોટી છે. મને રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી જણાવ્યું કે હું મળવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પ્રમાણિક છે કે નહિ તે તપાસવામાં આખી રાત જશે. સુપ્રીમ કોર્ટે મને નિર્ણય લેવાનું કહ્યું છે. મે દરેક બાબતોની વીડિયોગ્રાફી કરી છે. આ તમામ ચીજો હું કોર્ટમાં મોકલીશ.