મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે

  • મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે
    મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે

અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે. હાલમાં દેશમાં પોખરણ અને બાલાસોરમાં જ ટેસ્ટિંગ રેન્જ છે, ત્યારે સૈન્ય-એરફોર્સના નવા શસ્ત્રોનું પરિક્ષણ ધોલેરામાં કરી શકાશે. કોન્ક્લેવમાં આવેલા ગુજરાત સરકારના ડિફેન્સ એન્ડ એરોસ્પેસના એડવાઈઝર એરમાર્શલ આર.કે.ધીરે જણાવ્યું કે, ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન એરફોર્સ આ રેન્જનો ઉપયોગ કરશે. તેનો ઉપયોગ એ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કરાશે, જેઓ સેના માટે હથિયારો બનાવશે. તેમના દ્વારા અહીં હથિયારોનું ટેસ્ટીંગ કરવામાં આવશે. ગુજરાત સરકાર આ માટે પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે, જેના માટે પહેલેથી જ જમીન નક્કી કરી દેવાઈ હતી.