World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય

  • World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય
    World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય

માન્ચેસ્ટરઃઆઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે ભારતની વિશ્વકપ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જાડેજાએ 77 અને ધોનીએ 50 રન બનાવ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ ત્રણ, બોલ્ટ અને સેન્ટનરે બે-બે વિકેટ ઝડપી હતી. હવે ન્યૂઝીલેન્ડનો ફાઇનલમાં મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર મેન હેનરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધોની-જાડેજા વચ્ચે 100 રનની ભાગીદારી
ભારતીય ટીમે 92 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ શાનદાર બેટિંગ કરી હતી. બંન્નેએ 90 બોલમાં 100 રનની ભાગીદારી પૂરી કરી હતી. જાડેજાએ 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાડેજા 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 77 રન બનાવી આઉટ થયો હતો. એમએસ ધોની 72 બોલમાં 50 રન બનાવી રનઆઉટ થયો હતો. બંન્નેએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.