દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર

  • દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર
    દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે દેશને આઝાદી અપાવનારા ગાંધીજીના જીવનમૂલ્યોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી. જોકે, આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું સરકારના પોતાના આંકડા બોલી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, રાજ્યમાં દરરોજ રૂ.35 લાખનો દારૂ પકડાય છે.

ગાંધીના ગુજરાતમાં માત્ર કહેવાતી પુરતી જ દારૂબંધી જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા ખુદ સરકારે જ વિધાનસભામાં રજૂ કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં  રૂ.254 કરોડનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો છે. રાજ્યમાં દારૂ પકડાવાના સરેરાશ 222 બનાવ નોંધાય છે અને તેમાં પણ સુરત શહેરમાં સૌથી વધુ દારૂ પકડાય છે.