માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ

  • માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
    માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ

નવી દિલ્હી : માનવીયતાને સર્વોપરિ રાખતા ભારતીય સેનાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ભારતીય સેના નિર્ધારિત પ્રોટોકોલને નજરઅંદાજ કરીને એક પાકિસ્તાની બાળકનાં શબને પાકિસ્તાની રેન્જર્સનાં હવાલે કરવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાની બાળકનું શબ ગુરેજ સેક્ટરમાં કિશનગંગા નદીથી ભારતીય સેનાને મળી આવ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપુર જિલ્લા અંતર્ગત આવતા ગુરેજ સેક્ટરમાં સેનાના જવાનોએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન સેનાનાં જવાનોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી કિશનગંગા નદીમાં એક બાળકનું તરતું શબ દેખાયું હતું. સેનાના જવાનોએ માનવીયતાનાં આધારે સંપુર્ણ સન્માન સાથે બાળકનાં શબને નદીમાંથી બહાર કાઢ્યું હતું.