ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી

  • ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
    ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી

નવી દિલ્હી : ગોવાના દસ કોંગ્રેસી બળવાખોર ધારાસભ્યો ગુરૂવારે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઇ ગયા. ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં તમામ ધારાસભ્યોએ ભાજપનું સભ્યપદ લીધું. સુત્રો અનુસાર તેમાંથી કેટલાક ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સુત્રોનું કહેવું છે કે ધારાસભ્યો શુક્રવારે ગોવા પરત જશે જ્યાં નવા મંત્રીઓને શપથગ્રહણ કરાવાય તેવી શક્યતા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એક મોટા રાજનીતિક ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડ્યું હતું અને તેના બે ફાડા કરી નાખ્યા હતા. વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં કોંગ્રેસનાં 10 ધારાસભ્યોને ભાજપમાં જોડી દીધા હતા. કોંગ્રેસનાં ગોવામાં કુલ 15 ધારાસભ્યો હતો. હવે માત્ર પાંચ બાકી રહ્યા છે. આ ચોંકાવનારા ઘટનાક્રમ બાદ હવે ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા 17થી વધીને 27 થઇ ચુકી છે.