અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના

  • અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના
    અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના

ગુવાહાટી : આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો પુરનો ભોગ બની રહ્યા છે. અસમનાં કોકરઝાર જિલ્લામાં અનેક ગામ પુરનાં પ્રકોપનો ભોગ બન્યા છે. સતત વણસી રહેલી સ્થિતીને જોતા હવે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રની સાથે ભારતીય સેનાને પણ જોડવામાં આવી છે. 


અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, અસમમાં આશરે 1 લાખ લોકો પુરનો ભોગ બન્યા છે. જ્યારે ઉપરી આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં 2 લાખ કરતા પણ વધારે લોકો પુરથી પ્રભાવિત છે. અહેવાલ અનુસાર પુરથી અત્યાર સુધી 3 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી છે.