મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત

  • મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
    મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત

ગયા : મુજફ્ફરપુરમાં વરસાદ બાદ એક્યુટ ઇસેફેલાઇટિસ સિંડ્રોમ (AES) અથવા તો મગજનો તાવના દર્દી બાળકોનું હોસ્પિટલ પહોંચવાનું ઓછુ થયું છે, તો બીજી તરફ ગયામાં અજાણી બિમારીથી પીડિત બાળકોની મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. બીજી તરફ જાપાની ઇસેફેલાઇટિસ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયામાં પહેલા પણ જાપાની ઇસેફેલાઇટિસનો કાળોકેર વર્તાવી ચુક્યું છે. 


ગયામાં ગુરૂવારે અજાણ્યા બમારીથી એક બાળકનું મોત થઇ ગયું. અજાણી બિમારીથી મરનારાઓની સંખ્યા વધીને આઠ તઇ ચુકી છે. આ બિમારીના કારણે બિહારમાં મગજના તાવ અને ચમકી બુખાર પણ કહેવાઇ રહ્યું છે. એક સ્વાસ્થય અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે, ગયાનાં અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (એએનએમસીએચ)માં બે જુલાઇથી અત્યાર સુધી 33 બાળકોને સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે, જેમાંથી 8 બાળકોનાં મોત થઇ ચુક્યા છે.