ટ્રેડ વોરઃ ચીન-અમેરિકા વચ્ચે ઘટ્યો તણાવ, શી-ટ્રમ્પ કરાર બાબતે બંને દેશ રાજી

  • ટ્રેડ વોરઃ ચીન-અમેરિકા વચ્ચે ઘટ્યો તણાવ, શી-ટ્રમ્પ કરાર બાબતે બંને દેશ રાજી
    ટ્રેડ વોરઃ ચીન-અમેરિકા વચ્ચે ઘટ્યો તણાવ, શી-ટ્રમ્પ કરાર બાબતે બંને દેશ રાજી

બીજિંગઃ ચીન અને અમેરિકાની વાટાઘાટો કરતી ટીમના પ્રમુખોએ બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલા કરારને સર્વસંમતિથી લાગુ કવરાની પદ્ધતિ પર ચર્ચા કરી હતી. ચીનના વાણિજ્ય મંત્રાલયે બુધવારે આ માહીતી આપી છે. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર એક સંક્ષિત નિવેદનમાં જણાવ્યું કે, ચીનના વાઈસ પ્રીમિયર લિયુ એ જ અમેરિકાના વેપાર પ્રતિનિધી રોબર્ટ લાઈટાઈઝર અને મહેસુલ મંત્રી સ્ટીવન મુનશીન સાથે મંગળવારે સાંજે ફોન પર વાત કરી હતી. 

સમાચાર એજન્સી એફેએ જણાવ્યું કે, ફોન પર ચર્ચા કરવાનો મુખ્ય હેતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગયા મહિને જાપનમાં આયોજિત જી-20 સંમેલન દરમિયાન થયેલા કરારને લાગુ કરવાનો હતો