રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

  • રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા
    રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

રાજકોટમા ફરી એક વાર સંબંધોનું ખૂન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પૂર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી પોતાના પૂર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

મંગળવારના રોજ રાજકોટ પોલીસને શક્તિ સોસાયટીના આવાસ યોજનાના ક્વાટરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા લાશ જામનગરના શખ્સની હોવાનું ખૂલ્યુ હતુ. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા હત્યા મૃતકની પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી કરી હોવાનું ખૂલ્યુ છે. ત્યારે પોલીસની પૂછપરછમા મહિલા આરોપીએ જણાવ્યું હતું કે, ચાર માસ પહેલા તેના છૂટાછેડા થયા હતા. તેમ છતાં તેનો પૂર્વ પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. જેથી કંટાળીને તેણીએ તેના બંને પ્રેમીઓ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાના ભાગરૂપે પૂર્વ પત્નીએ પોતાના પૂર્વ પતિને જામનગરથી બોલાવ્યો હતો.