બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

 • બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત
  બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

ગાંધીનગરઃ સ્કૂલ જતે બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત કરી છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર હવે સ્કૂલ બસ, વાન અને રીક્ષાના ચાલકોએ બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે અને સરકારને નક્કી કરેલા નિયમ મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. 

શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે. તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસનો બાળકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. 

સ્કૂલ બસ માટે સરકારે જાહેર કરેલા નિયમો 

 • બસમાં GPS અને CCTVની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.  
 • સ્કૂલ બસનો રંગ પીળો, તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખવું. 
 • ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વંચાય તેમ લખવો. 
 • બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી લગાવવી ફરજિયાત. 
 • પાતકાલીન દરવાજો, તેમજ આ દરવાજા પર વિશ્વનીય લોક હોવું અનિવાર્યા. 
 • બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવવી નહીં. 
 • સ્પીડ ગર્વનર લગાવવું અને ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.
 • સ્કૂલ બસની બેઠકો બિન-દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ. 
 • પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. 
 • બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ. 
 • સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. 
 • બસની અંદર પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ, અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થાય તેવી ડિઝાઈન રાખવી.