લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ

  • લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ
    લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ

નવી દિલ્હી: જ્યાં સુધી પોતાની અંગત જિંદગી પર કંઇપણ બોલવાથી બચનાર બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર વિશે તાજેતરમાં જ આ સમાચાર સામે આવ્યા છે કે એક હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે. તો બીજી તરફ એવી જાણકારી આવી રહી છે કે 2020માં શ્રદ્ધા કપૂર લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. 

સમાચાર અનુસાર શ્રદ્ધા કપૂર, રોહન શ્રેષ્ઠની સાથે રિલેશનશિપમાં છે, એટલું જ નહી બંનેના લગ્નને લઇને પણ ઘણી વાતો સામે આવી રહી છે. સમાચારો અનુસાર આ જોડી લગભગ બે વર્ષથી ડેટિંગ કરી રહી છે. તો બીજી તરફ એમ કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2020માં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.