અભિનેત્રીએ કહ્યું, એક હિંદુ તરીકે હવે મને મુંબઇમાં લાગે છે ડર, પોલીસે મને શા માટે કરી બ્લોક ?

  • અભિનેત્રીએ કહ્યું, એક હિંદુ તરીકે હવે મને મુંબઇમાં લાગે છે ડર, પોલીસે મને શા માટે કરી બ્લોક ?
    અભિનેત્રીએ કહ્યું, એક હિંદુ તરીકે હવે મને મુંબઇમાં લાગે છે ડર, પોલીસે મને શા માટે કરી બ્લોક ?

નવી દિલ્હી : અભિનેત્રી પાયલ રોહતગી છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. પાયલ સતત પોતાના ટ્વીટર પર અનેક મુદ્દે વીડિયો શેર કરતી રહે છે. પાયલની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે જેમાં જેમાં તે મુંબઇ પોલીસ અંગે ટીપ્પણી કરતી જોવા મળી રહી છે. મુંબઇ પોલીસે પાયલના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરી દીધું છે, ત્યાર બાદ અભિનેત્રીનો ગુસ્સે ભડકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલની આ પોસ્ટ બાદ તેના સપોર્ટર્સ મુંબઇ પોલીસને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. 


પાયલે મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યું કે, મુંબઇ પોલીસે મને બ્લોક કરી છે ? મને હવે આ દેશમાં રહેતા પણ ગભરામણ થાય છે. પોલીસ મારી સાથે આવો પક્ષપાત કઇ રીતે કરી શકે. હવે મને ખબર પડી રહી છે કે મારો પરિવાર મને હિંદુઓનો પક્ષ લેતા શા માટે અટકાવે છે.