11.32 સેકન્ડમાં દુતી ચંદની ધમાલ, PM મોદીથી લઈને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા,

  • 11.32 સેકન્ડમાં દુતી ચંદની ધમાલ, PM મોદીથી લઈને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા,
    11.32 સેકન્ડમાં દુતી ચંદની ધમાલ, PM મોદીથી લઈને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા,

નવી દિલ્હીઃ ભારતની ટોચની મહિલા રનર દુતી ચંદે ઇટાલીના નેપલ્સમાં ચાલી રહેલી 30મી સરમ યૂનિવર્સિટી ગેમ્સમાં 100 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તેણે શાનદાર પ્રદર્શન કરતા 11.32 સેકન્ડનો સમય લીધો અને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. દુતીની આ સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અભિનેતા અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાનાએ શુભેચ્છા આપી છે.  રમતની આ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા યૂનિવર્સિટી ગેમ્સના ઈતિહાસમાં કોઈપણ ભારતીય ખેલાડીએ 100 મીટર સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી નથી.