થાય તે કરી લ્યો, કંપનીમાં ગુજરાતીઓને નોકરી નહીં, સરકાર ઘૂટણિયે

  • થાય તે કરી લ્યો, કંપનીમાં ગુજરાતીઓને નોકરી નહીં, સરકાર ઘૂટણિયે
    થાય તે કરી લ્યો, કંપનીમાં ગુજરાતીઓને નોકરી નહીં, સરકાર ઘૂટણિયે

ગુજરાત સરકારના પરિપત્રનો ‘વાઇબ્રન્ટ’ ઉલાળીયો; વિધાનસભામાં રાજ્ય સરકારની ચોંકાવનારી કબૂલાત એરપોર્ટ, આઇઓસી, ટાટા મોટર્સ સહિતની કંપનીઓમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના વિરોધમાં  રાજકોટ તા. 11
ગુજરાતમાં ઓએનજીસી, એરપોર્ટ, ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટાટા મોટર્સ સહિતની કંપનીઓમાં 85 ટકા રોજગારી સ્થાનિક આપવામાં આવતી નહીં હોવાથી સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે.
શ્રમ અને રોજગાર વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના રહીશોને આ કંપનીઓમાં 85 ટકા રોજગારી આપવાના પરિપત્રનું પાલન થતું નથી. તે અંગે કંપનીઓના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજીને સ્થાનિકોની ટકાવારી જાળવી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં અનંતકુમાર પટેલના સવાલ લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા જણાવાયું હતું કે, મે-2019ની સ્થિતિએ ઓએનજીસી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આઇઓસી વિગેરે કંપનીમાં 85 ટકા સ્થાનિક રોજગારી મળતી નહીં હોવા અંગે સરકારને ફરિયાદો મળી છે. તેની સામે રોજગાર વિભાગના નાયબ નિયામક દ્વારા સરકારના નિયમનું પાલન કરવા કંપનીઓને રૂબરૂ અને પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવે છે. 
ગ્યાસુદ્ીન શેખ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔધોગિક એકમોમાં મે-2019ની સ્થિતિએ સ્થાનિકોને રોજગારી અને જે એકમોએ ઉલ્લંઘન કર્યું હોય તેમની સામે કયા પગલા લેવાયા તે અંગે શ્રમ-રોજગાર વિભાગને પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, 2017માં અમદાવાદ શહેરમાં 108506 અને જિલ્લામાં 59185 મળીને કુલ 167691 લોકોને રોજગારી આપવામાં આવી હતી. જયારે 2018માં 114833 અને જિલ્લામાં 69432 મળીને કુલ 184265 લોકોને રોજગારી આપવામાં આવી હતી.
તે પૈકી 2017માં 14 અને 2018માં કુલ 23 એકમોએ સ્થાનિકોને રોજગારી આપવામાં નિયમનું ઉલ્લંઘન કર્યું હર્તું. જેને લઇને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી. ઉદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા સાણંદ ખાતે તાતા મોટર્સ લિમિટેડ-નોર્થકોટ સામે નિયમની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
જો કે આ કવાયત સાથે એ બાબત પણ ઉજાગર થવા પામી છે કે સરકાર દ્વારા અનેક પ્રયાસો છતાં સ્થાનિકોને 85 ટકા નોકરી આપવાનું અનેક એકમોનું પાલન થઇ રહ્યું નથી. રોજગાર અને તાલિમ નિયામકની કચેરી દ્વારા ઉદ્યોગ કમિશ્નરની કચેરીને છેલ્લા બે વર્ષમાં આ અંગે અનેક પત્રો નિયમનો ભંગ કરતા એકમો સામે પગલા લેવા માટે લખવામાં આવ્યા છે. તેમ છતાં વિધાનસભામાં પણ અનેક 
ધારાસભ્યો દ્વારા અવારનવાર રાજયમાં વિવિધ કંપનીઓમાં ગુજરાતના લોકોનું 85 ટકા રોજગારી આપવાના નિયમનું પાલન કરાતું નહીં હોવાની રજૂઆત કરવામાં આવતી રહી છેે.