મહિના પૂર્વે પરોઢિયે MBBSના વિદ્યાર્થીને માર મારી લૂંટી લેનાર સગીર સહિતની ત્રિપુટી ઝડપાઇ

  • મહિના પૂર્વે પરોઢિયે MBBSના વિદ્યાર્થીને માર મારી લૂંટી લેનાર સગીર સહિતની ત્રિપુટી ઝડપાઇ
    મહિના પૂર્વે પરોઢિયે MBBSના વિદ્યાર્થીને માર મારી લૂંટી લેનાર સગીર સહિતની ત્રિપુટી ઝડપાઇ

રાજકોટના સંત કબીર રોડ ઉપર મહિના પૂર્વે રિક્ષામાં બેસીને ઘરે જતા ખઇઇજના વિદ્યાર્થીને માર મારી રોકડ, મોબાઈલ લૂંટી લેનાર સગીર સહિતની ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ લૂંટમાં ગયેલ મોબાઈલ અને ઉપયોગમાં લેવાયેલ બાઈક કબ્જે કર્યું છે આ ઉપરાંત બે લોકોને માર મારી રોકડ લૂંટી લીધાની કબૂલાત આપતા કુલ ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે.
શહેરના સંત કબીર રોડ ઉપર રહેતો અને અમદાવાદ ખઇઇજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બાવાજી વિદ્યાર્થીને એક મહિના પૂર્વે સવારે સાડા ચારેક વાગ્યે રિક્ષામાં બેસીને ઘરે જતો હતો ત્યારે લિટલ સ્ટાર સ્કૂલ પાસે ત્રણ શખ્સોએ માર મારી રોકડા ૯૦૦ અને મોબાઈલ લૂંટી લીધા હતા આ અંગે ફરિયાદ નોંધાવતા આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ચૌધરી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એમ ધાખડા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ વિજયસિંહ ઝાલા, ફિરોજભાઈ શેખ અને યોગીરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે સોકતખાન ખોરમ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતનાને સાથે રાખીને દૂધસાગર રોડ માજોઠીનગરના રિંગ રોડ ઉપરથી આ ગુનામાં સંડોવાયેલ એક સગીર તથા આ જ વિસ્તારમાં રહેતા ફા‚ક સલીમભાઇ મેણ અને સાબીર ઇકબાલભાઇ અબ્સા એમ ત્રણેયને ઝડપી લીધા હતા અને ગુનામાં ગયેલ મોબાઈલ તથા ઉપયોગમાં લેવાયેલ બાઈક સહીત ૩૨૦૦૦નો મુદામાલ કબ્જે લીધો હતો આગવીઢબે પૂછપરછમાં આ ત્રિપુટીએ ૪ જૂન આસપાસ સંત કબીર રોડ ઉપર બાઇકચાલકને માર મારી રોકડા ૫૦૦ની અને ૬ જૂન આસપાસ કેશરી પુલ ઉપર એક્સેસ લઈને નીકળેલા શખ્સને અટકાવી રોકડા ૭૦૦ની લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી આમ સવા મહિનામાં ત્રણ લૂંટને અંજામ આપનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ વધુ તપાસ અર્થે બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.