સતત બીજા દિવસે પણ પેટ્રોલની કિંમત થયાવત, ડીઝલ થયું સસ્તું

  • સતત બીજા દિવસે પણ પેટ્રોલની કિંમત થયાવત, ડીઝલ થયું સસ્તું
    સતત બીજા દિવસે પણ પેટ્રોલની કિંમત થયાવત, ડીઝલ થયું સસ્તું

નવી દિલ્હી: સતત બીજા દિવેસ પણ પેટ્રોલની કિંમતમાં કોઇ ફરેફાર થયો નથી. જો કે, ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. જણાવી દઇએ કે, પાંચ જુલાઇના રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધી ગઇ હતી. ત્યારબાદ 7 જુલાઇના પેટ્રોલમાં 2.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લિટર મોધુ થયું હતું.

 

ગુરૂવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.90 રૂપિયા અને ડીઝલની કિંમત 66.34 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 69.53 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 75.12 રૂપિયા અને ડીઝલની કિંમત 68.37 રૂપિયા છે.