ક્ષાચાલકના નામે પેઢી ખોલી 272 કરોડનું ફુલેકું

  • ક્ષાચાલકના નામે પેઢી ખોલી 272 કરોડનું ફુલેકું
    ક્ષાચાલકના નામે પેઢી ખોલી 272 કરોડનું ફુલેકું

જકોટ સેન્ટ્રલ જી.એસ.ટી.ના પ્રિ-વેઈન્ટીંગ વીંગના સુપ્રિટેન્ડન્ટ અંજનીકુમારે બાતમીના આધારે જામનગરમાં એક પેઢી ઉપર દરોડા પાડતા મસમોટું બીલીગ કૌભાંડનો પદોફાશ કરી વાંકાનેરની સ્ટીલ ફેકટરીના પિતા-પુત્ર, જામનગરના એક વેપારી સહિત ત્રણની ધરપકડ કરી છે તેમાં એક વેપારીને 14 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે.
સેન્ટ્રલ જી.એસ.ટી.ના સુપ્રિટેન્ડેન્ટ અંજનીકુમારે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે જામનગરમાં આવેલ રૂસાટા કંપની દ્વારા મોટાપાયે જીએસટીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવતા બોગસ વ્યવહારના દસ્તાવેજ મળી આવ્યા હતા.
જીએસટી તંત્રએ ઝીણવટભરી તપાસ કરતા રૂસાટા કંપનીએ રૂા.272.74 કરોડના બોગસ વ્યવહાર પકડાયા હતા. બનાવટી ટ્રાન્ઝેકશનથી કરોડો રૂપિયાનું બોગસ બીલીંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આમ રૂસાટા કંપનીના સંદિપ મગનભાઈ છનીયારાએ બોગસ વ્યવહાર કરી સરકારને રૂા.49.26 કરોડનો ચૂનો ચોપડયો હતો.
અંજનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે સંદિપ મગનભાઈ છનીયારાએ જામનગરમાં રીક્ષાચાલક અને તેના જેવા નવ ગરીબ વ્યક્તિ પાસેથી આધાર-પૂરાવા લઈ બેંકમાં આ વ્યક્તિઓના ખાતા ખોલાવી બોગસ પેઢીઓ બનાવી હતી.
અલગ-અલગ નવ પેઢીઓ ખોલી કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવ્યા હતા. તેમાંથી ચાર બોગસ કંપનીઓમાં ખોટા ટ્રાન્ઝેકશન પણ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત ખૂલવા પામી હતી.
આ ઉપરાંત વાંકાનેરની મેસર્સ. આદિત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા.લીના વિપુલ મનોજભાઈ જૈન અને મેનેજીગ ડિરેકટર મનોજ અજીતકુમાર જૈન કે જેઓ પિતા-પુત્ર છે તેઓએ સંદિપ છતીયારાએ બોગસ બનાવેલ પેટીમાંથી ખોટા બીલ મેળવ્યા હતા સાચી રસીદ વગર પિતા-પુત્રએ બનાવટી આઈ.ટી.સી.નો ઉપયોગ કરી રૂા.14.55 કરોડનો માલ ખરીદ કર્યો હતો. અને તેનું ટ્રાન્ઝકેશન માત્ર રૂા.2.61,93,359નું દર્શાવ્યું હતું આમ સરકારને કરોડો રૂપિયાનો ચૂની ચોપડતા સંદીપ છનીપારાની સીજીએસટી એકટ-2017ની કલમ 69 અન્વયે ધરપકડ કરવામાં આવી હતી તેની આકરી પૂછપરછ કરતા તેણે અલગ-અલગ બોગસ નવ પેઢી ખોલી હોવાની ચોકાવનારી કબૂલાત કરી હતી આથી સંદિપને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સંદિપને તા.22/7 સુધી રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.
ખોટી એન્ટ્રી લેનાર વાંકાનેરની સ્ટીલ પેઢીના વેપારી પિતા-પુત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી તેણે ટેકસચોરી કરી હોવાની કબૂલાત આપી વેપારી પિતા-પુત્રએ તાબડતોબ 30 લાખનો જીએસટી ભરી દેતા કોર્ટે પિતા-પુત્રને આકરી શરતના આધીન જામીન મંજૂર કર્યા હતા. કઈ - કઈ પેઢી બોગસ ?
 રૂસાટા કોર્પોરેશન 
 રીચ બ્રધર્સ
 છનીયારા કોર્પોરેટ
 છનીયારા એન્ડ કંપની
 છનીયારા ઈ - કોમર્સ
 ડિસ્ટેન્ડ કોર્પોરેશન પ્રા.લી.
 કલાતીત એન્ટરપ્રાઈઝ
 છનીયારા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ્ર
 છનીયારા બુલીયન