અમદાવાદઃ બાલવાટીકા પાસે રાઇડ તૂટી, 3 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

  • અમદાવાદઃ બાલવાટીકા પાસે રાઇડ તૂટી, 3 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અમદાવાદ: મણિનગર ખાતે આવેલા કાંકારિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે રાઇટમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારનો દિવસ હોવાથી કાંકરિયા બાલવાટિકામાં મોટી સંખ્યામાં લોકો રવિવારની મઝા માણવા માટે આવ્યા હતા. ત્યારે આચાનક બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી રાઇડમાં 32 જેટલા લોકો સવાર હતા. અચાનક ટેકનિકલ ખામી આવતા રાઇડ તૂટી પડતા તેમાં સવાર ત્રણ બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. ત્યારે 6 જેટલા લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ રાઇડ આમ્રમાલી એજન્સી દ્વારા ચલાવામાં આવી રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને એલ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મ્યુનસિપલ કમિશનર અને સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મહત્વનું છે, કે રીવરફ્રન્ટ પર આવેલી રાઇડમાં પણ ખામી સર્જાઇ હતી જેમાં 40 જેટલા બાળકો ફસાયા હતા. અને તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.