ગોવાના મુખ્યમંત્રીએ 4 મંત્રીને હટાવ્યા, ડેપ્યુટી સ્પીકર અને કોંગ્રેસ છોડીને આવેલા 3 ધારાસભ્યો કેબિનેટમાં સામેલ

  • ગોવાના મુખ્યમંત્રીએ 4 મંત્રીને હટાવ્યા, ડેપ્યુટી સ્પીકર અને કોંગ્રેસ છોડીને આવેલા 3 ધારાસભ્યો કેબિનેટમાં સામેલ

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 10માંથી ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબો પણ મંત્રીમંડળમાં સામેલ થયા છે. અગાઉ સાવંતે ગોવા ફોર્વર્ડ પાર્ટી(જીપીપી)ના ત્રણ ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી પદ પરથી હટાવ્યા હતા. સાવંતે શુક્રવારે જ આ ધારાસભ્યોને મંત્રી પદ છોડવા માટે કહ્યું હતું. જોકે જીપીપીનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત વગર તેમના મંત્રી રાજીનામુ આપશે નહિ. બાદમાં મુખ્યમંત્રી સાવંતે ઉપ-મુખ્યમંત્રી વિજય સરદેસાઈ, વિનોદ પાલીનકર, જયેશ સલગાંવકર(જીપીપી) અને રોહન ખાટી(અપક્ષ ધારાસભ્ય)ને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવ્યા છે.