કચ્છના માનકુવા નજીક ગમખ્વાર અકસ્માત; 10ના મોત

  • કચ્છના માનકુવા નજીક ગમખ્વાર અકસ્માત; 10ના મોત
  • કચ્છના માનકુવા નજીક ગમખ્વાર અકસ્માત; 10ના મોત

ચ્છના માનકુવા નજીક આજે બપોરે મુસાફરોથી ખીચોખીચ ભરેલા છકડો રિક્ષા, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દસ મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવાના અને પાંચ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
મળતી માહિતી મુજબ પૂર ઝડપે જઇ રહેલા ટ્રકે મુસાફરોથ ખીચોખીચ ભરેલી છકડો રિક્ષાને હડફેટે લેતા છકડો રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો અને દસ જેટલા મુસાફરો ઘટના સ્થળે જ કાળનો કોળીયો બની ગયા હતા.
સ્થળ પર નજરે જોનાર લોકોના કહેવા મુજબ ટ્રક, છકડો રિક્ષા અવને એક બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતની જાણ થતા તાબડતોબ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા અને ધવાયેલા લોકો તથા મૃતદેહો હોસ્પિટલે ખસેડાયા હતાં.
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક મુસાફરોના શરીરના ફુરચા ઉડી ગયા હતા અને શરીરના અવયવો રોડ ઉપર વિખેરાયા હતાં.
અકસ્માત બાદ ટ્રક ચાલક રોડ ઉપર જ ટ્રક રેઢો મુકી નાસી છુટયો હતો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં.