બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

  • બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા નંબરના ધનવાન વ્યક્તિ હોવાનો ટેગ છિનવાઈ ગયો છે. બિલ ગેટ્સ છેલ્લા 7 વર્ષથી દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં બીજા નંબરે હતા. હવે બ્લૂમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સમાં બિલ ગેટ્સ ત્રીજા નંબરે પહોંચી ગયા છે અને તેનું સ્થાન બર્નાર્ડ આર્નોલ્ટે લીધું છે, જે અગાઉ ત્રીજા ક્રમે હતા. વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી 13મા ક્રમે યથાવત છે. 


લક્ઝરી ગુડ્સ કંપની LVMH (લુઈ વિટન મોએત હેનેસી)ના ચેરમેન અને સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ ગયા મહિને જ ટોપ-3ની ક્લબમાં સામેલ થયા હતા. તેમની કુલ સંપત્તી વધીને 107.6 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સની સંપત્તિ કરતાં 200 મિલિયન ડોલર વધુ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આર્નોલ્ટે વર્ષ 2019માં જ 39 અબજ ડોલરની નેટવર્થ અર્જિત કરી છે. 70 વર્ષના આર્નોલ્ટની કંપની LVMH ફ્રાન્સમાં ઘણી જ ચર્ચિત છે.