કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે

  • કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે
    કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે

અમદાવાદ: કોંગ્રેસના બગાવતી ધારાસભ્યો બનીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. સાંજે 4 કલાકે અલ્પેશ અને ધવલસિંહ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. બંન્ને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. ત્યારે આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. 

રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરના સુર બદલાયા હતા. ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અમે સામેથી ભાજપામાં જોડાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમજ ભાજપ તરફથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઇચ્છા છે, પણ ટીકીટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે. આમ, કોંગ્રેસમાં વારંવાર શિસ્તનો ભંગ કરનાર અલ્પેશ ભાજપામાં જોડાયા અગાઉ શિસ્તના ગુણગાન ગાવા લાગ્યા હતા. તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષ માટે ઘસાતુ બોલવા લાગ્યા હતા. કોંગ્રેસમાં તેમના રાજીનામાનો દોર પણ ભારે નાટકીય રહ્યો હતો.